સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક, ગુજરાતમાં ટ્રસ્ટી તરીકે એડવોકેટ ડૉ. હિમાંશુ પટેલની નિમણુંક..

અખંડ ભારતના ઘડવૈયા અને સમગ્ર વિશ્વમાં હિન્દુસ્તાનની આગવી ઓળખ ઊભી કરનારા એવા સરદાર વલ્લભાઈ પટેલના સમગ્ર દેશમાં આવેલુ એકમાત્ર સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક અમદાવાદમાં છે.  ગુજરાતમાં ટ્રસ્ટી તરીકે પાટીદાર યુવા એડવોકેટ ડૉ. હિમાંશુ પટેલની નિંમણુક કરવામાં આવી છે. સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક  ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે ભૂતપુર્વ મુખ્યપ્રધાન સ્વ. કેશુભાઈ પટેલ હતા. જેમના નિધનથી ખાલી પડેલ જગ્યાએ આ ટ્રસ્ટના ચેરમેન દિનશા પટેલે  એડવોકેટ ડૉ. હિમાંશુ પટેલની ટ્રસ્ટી તરીકે નિમણુંક કરી છે.

પાટીદાર યુવા અગ્રણી ડૉ. હિમાંશુ પટેલ શાળા-કોલેજ કક્ષાએથી  સરદાર પટેલનાં આદર્શો, સિદ્ધાંતો અને વિચારધારાથી રંગાયેલા છે. ડૉ. હિમાંશુ પટેલની ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ  અને સિન્ડિકેટના સભ્ય છે. તેઓ આ માધ્યમથી શૈક્ષણિક પ્રવૃતિઓ સાથે સંકળાયેલા છે. નવાં વિઝન સાથે નૈતિકતા અને પરિશ્રમને જ જીવનમંત્ર બનાવનાર ડૉ. હિમાંશુ પટેલ આ ટ્રસ્ટી તરીકેની નિમણુંકને દરેક સમાજની  યુવા પેઢી માટે ગૌરવપૂર્ણ ગણાવી છે. હિમાંશુ પટેલ આ ટ્રસ્ટનાં માધ્યમથી સમગ્ર દેશમાં એકતા, અખંડિતતા અને ભાઈચારા માટે અડગ મનોબળ સાથે કાર્યરત રહી સરદાર સાહેબ અને ગુજરાતનું ગૌરવ વધારવાનો સંકલ્પ કર્યો છે.