અખિલ ભારતીય કુર્મી ક્ષત્રિય મહાસભાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે ડૉ. હિમાંશુ પટેલની નિમણૂંક

અખિલ ભારતીય કુર્મી ક્ષત્રિય મહાસભાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક, ગુજરાતના ટ્રસ્ટી અને જાણીતા એડવોકેટ ડૉ. હિમાંશુ પટેલની નિમણૂંક કરવામાં આવી છે. ૧૨૬ વર્ષોથી ભારતના ૨૮ કરોડ જેટલાં પાટીદારોને રોટીબેટીના વ્યવહારથી જોડાવાની કામગીરી કરતી આ સંસ્થાની પ્રગતિ માટે અડાલજવાળા એડવોકેટ ડૉ. હિમાંશુ પટેલે સંકલ્પ વ્યક્ત કર્યો છે.

અખિલ ભારતીય કુર્મી ક્ષત્રિય મહાસભા છેલ્લા ૧૨૬ વર્ષોથી ભારતના ૨૮ કરોડ જેટલાં પાટીદારોને રોટી-બેટીના વ્યવહારથી જોડાવાની કામગીરી કરે છે. આ સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે છત્તીસગઢના મુખ્યમંત્રીશ્રી ભૂપેશ બધેલના પિતાશ્રી નંદકિશોર બધેલના સંનિષ્ઠ પ્રયાસોથી સમાજની એકતા અને સામાજિક વિકાસની કામગીરીમાં પ્રગતિ કરવામાં આવી છે. આ સંસ્થાના ગુજરાત પ્રદેશ એકમની તાજેતરમાં મળેલી સામાન્ય સભામાં આ સંસ્થાનાં નવા હોદ્દેદારોની નિમણૂંક કરવા સાથે નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે ડૉ. હિમાંશુ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જ્યારે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તરીકે એમ. એ. પટેલનો કાર્યકાળ પૂરો થતાં તેમની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

અખિલ ભારતીય કુર્મીં ક્ષત્રિય મહાસભાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી એમ. એ. પટેલનો કાર્યકાળ પૂરો થતાં તેમના સ્થાને અડાલજવાળા પાટીદાર યુવા અગ્રણી ડૉ. હિમાંશુ પટેલની નિમણૂક કરવામાં આવી છે. આ પ્રસંગે નવા અધ્યક્ષ તરીકે વરાયેલા સહકારી આગેવાન ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના સમસ્ત સમાજની એકતા અને સર્વાંગી વિકાસ માટે તેઓ સતત કાર્યરત રહેશે. આ સાથે સમગ્ર સમાજ માટે આ સંસ્થાની વિવિધ પરિયોજનાઓના અમલ ખૂબ ઝડપથી કરવામાં આવશે. પાટીદાર સમાજમાં દિકરીઓની પડી રહેલી ઘટને દૂર કરવા માટે આંતરરાજ્ય પછી આંતર રાષ્ટ્રીય કક્ષાએ સમૂહ લગ્ન યોજવાનો નવતર પ્રયોગ સમગ્ર વિશ્વ અને તમામ સમાજાે માટે ઉદાહરણ રૂપ બની રહ્યો છે. આ સમૂહ લગ્નોત્સવ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ, કન્યા કેળવણી, બિઝનેસ ફેર, રોજગારી અનામત સાથે સમાનતા જેવી પ્રવૃત્તિઓ હાથ ધરીને સામાજિક વિકાસ માટે ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં ગ્રામ્ય કક્ષા સુધી સમગ્ર સમાજનું સંગઠન મજબુત બનાવવામાં યુવાનોનું પણ મુખ્ય યોગદાન લેવામાં આવશે.